.

અમારા વિશે

   
 

ક્લાયન્ટને સંપૂર્ણ સંતોષ અને લાંબા ગાળાનો પરસ્પરને ફાયદાકારક સંબધ - બસ આ જ અમારી કામગીરીનું પ્રેરકબળ. 

શ્રેષ્ઠ ગુણવત્તા એ જ અમારી ઓળખ

 

કહે છે કે ભાવિનું નિર્માણ એક એક ઇંટથી જ થાય છે.

ત્રિશુલ બ્રિક્સમાં, અમે આ વાતમાં પૂરો વિશ્વાસ ધરાવીએ છીએ અને અમારા દ્વારા ઉત્પાદિત પ્રત્યેક ઇંટની ગુણવત્તાની ચોક્સાઇ તરફ પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ.

એટલે જ તો, ૧૯૭૦માં શ્રી પૂંજીરામ શિવરામ પ્રજાપતિની દૂરંદેશીભરી આગેવાનીમાં નાના પાયાના ઇંટના બિઝનેસ તરીકે જેનો પાયો નંખાયો હતો તે આજે ગુજરાતના ઇંટ ઉત્પાદન ક્ષેત્રે એક મોખરાનું નામ બની ગયું છે.

ડેવલપર્સને શ્રેષ્ઠ ગુણવત્તાની ઇંટો સપ્લાય કરવી એ અમારી વર્ષોજૂની પરંપરા છે અને તેનાં મીઠાં ફળ પણ અમને મળ્યાં છે. અમને અમારા ક્લાયન્ટ્સનો અતૂટ વિશ્વાસ સાંપડ્યો છે. પ્રતિષ્ઠિત બિલ્ડર્સ અને અનેક ફેક્ટરીઓએ અમારા શરૂઆતના સમયથી અત્યાર સુધી અમારે સાથેનો સંબંધ જાળવી રાખ્યો છે. 

૧૯૮૮માં શ્રી પૂંજીરામના અવસાન પછી, શ્રી કનૈયાલાલ (કનુભાઈ) અને શ્રી રાજેશભાઈ, એમ બે ભાઈઓએ કંપનીની જવાબદારી સંભાળી છે.

 
bottom

top
 © Trishul Bricks, 2009 Created & Maintained by: Aalekhan 

bottom